બુધવાર, 6 સપ્ટેમ્બર, 2017

આજે તારીખ-૬/૯/૨૦૧૭ નાં રોજ વડીલ શ્રી એચ.એન.શાહ સાહેબની શુભેચ્છા મુલાકાત

                      વડીલ શ્રી એચ.એન.શાહ સાહેબ એમની રીટાયર્ડ લાઇફમાં ખુબ જ લોક સેવા કરી રહ્યા છે ને તેમને માં સરસ્વતીની દેણ થી ખુબ સરસ કોકિલ કંઠ મળેલ છે જેનો લાભ આજે શાળાનાં ભુલકાઓને આપ્યો અને બધા બાળકોને આનંદ સાથે શીખ પણ આપી.સાથે બાળકોને નવા સ્કુલ ડ્રેસ અર્પણ કરવામાં પણ તેઓશ્રીનો ફાળો સારા પ્રમાણમાં રહેલ તે બદલ તેમનો શાળા પરિવાર આભર વ્યક્ત કરે છે.
                       સાથે સાથે ૫ મી સપ્ટેમ્બર શિક્ષકદિનમાં જે ભુલકાઓએ ભાગ લીધેલ તેમને શાળાનાં શિક્ષકશ્રી દિનેશભાઈ જે.પટેલ તરફથી પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યું. શિક્ષકશ્રીને અભિનંદન.
                    ખુબ ખુબ આભાર વડીલ શ્રી એચ.એન.શાહ સાહેબ





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો